તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંકલેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ઝબ્બે

અંકલેશ્વર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે દુષ્કર્મીનું તબીબી પરીક્ષણ કરાવ્યું

અંકલેશ્વરમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી બાદમાં સોશિયલ મીડિયામાં બીભત્સ તસવીરો મૂકી બદનામ કરી રહેલા શખ્સને શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવાનનું તબીબ પરીક્ષણ સાથે કોરોનાનો ટેસ્ટ કરાવી ધરપકડ કરી હતી. સ્થળ તપાસ તેમજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલી તસવીરો સહીતની વિગતો મેળવવાની પોલીસે તજવીજ આરંભી હતી.અંકલેશ્વરનામાં વધુ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં સગીરાએ તેની સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા જણાવતાં સંબંધ જાળવી રાખવા યુવાન દબાણ કરતો હતો. સગીરા તેને તાબે ન થતાં યુવાને સગીરાના નામનું સોશ્યલ મીડિયામાં એકાઉન્ટ બનાવી તેમાં આપત્તિ જનક ફોટો અને લખાણ અપલોર્ડ કરી બદનામ કરતો હતો. આ બનાવ સંદર્ભે સગીરાની માતાએ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રિતેષ વિશ્વકર્મા નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક કોવિડ ટેસ્ટ કરાવી તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો