કાર્યવાહી:ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરનાર ઝબ્બે, રસોઈયા-મજૂરો આપવા 2.70 લાખ માંગ્યા હતા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો તેને જ છેતર્યો

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા 2.70 લાખની છેતરપીંડી કરનાર આરોપીને અંકલેશ્વર તાલુકા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રીય માહિતી મુજબ ,મૂળ રાજસ્થાનના અને હાલમાં અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની વેલ્ફેર હોસ્પિટલ સામે રહેતા કાલીયા મઈલા નીનામા પાનોલી જીઆઈડીસીની મેઘમણી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે શ્રમિકો પૂરા પાડે છે.

તેઓના કોન્ટ્રાક્ટમાં રસોઈયા તરીકે કામ કરતા દિલીપ હકરુ નીનામાએ ગત તારીખ 08 સપ્ટેમ્બર /2021ના રોજ પોતાના ઘરે રૂપિયાની જરૂર હોવાથી થોડા દિવસ માટે આપવા અને તેના બદલામાં રસોઈયો અને મજૂરો પુરા પડીશ તેમ કહી રૂપિયા 2.70 લાખ લઇ પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો હતો. જે બાદ કાલીયા નીનામા તેના વતન આપેલા રૂપિયા લેવા ગયા હતા. તે વેળા દિલીપ નીનામા એ રૂપિયા વાપરી નાખ્યા છે અને રૂપિયા ન હોવાનું કહી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે છેતરપીંડી અંગે ગુનો નોંધી દિલીપ નીનામા ને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...