દુર્ઘટના:અંકલેશ્વરના ગડખોલ ફાટક પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવકને સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો
  • યુવકના પરિવારજનોની પોલીસે શોધખોળ આરંભી

અંકલેશ્વર તાલુકાના ગડખોલ રેલવે ફાટક પાસે ગત સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં 35 વર્ષીય અજાણ્યા ઈસમ રેલ્વે લાઈન ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પસાર થઈ રહેલી રનિંગ ટ્રેનની અડફેટે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેનું રવિવારના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટને જાણ કરાતા પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક ઈસમ કોણ છે, તેના પરિવારજનોની શોધખોળ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...