દુર્ઘટના:અંકલેશ્વરમાં મેમુ ટ્રેનની અડફેટે યુવાનનું મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે લાઈન ક્રોસ કરતી વેળાં ઘટના બની હતી
  • રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ આરંભી

અંકલેશ્વર યોગેશ્વર નગરના 33 વર્ષીય યુવાનનું મેમુ ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું. અપ લાઈન પર આવી રહેલ મેમુ ટ્રેનની ટક્કર રેલ્વે લાઈન ક્રોસ કરતી વેળા લાગી હતી. ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત થયું હતું. રેલવે પોલીસે એ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ ચંડાલ ચોકડી યોગેશ્વર નગર ખાતે રહેતા 33 વર્ષીય ઉત્તમ કુમાર વિશ્વનાથ સોની રેલ્વે લાઇન પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રેલ્વેની અપ લાઈન પર આવી રહેલ મેમુ ટ્રેનની ટક્કર વાગતા તેવો માથાના ભાગે ગંભીર ઇજા સાથે પટકાયા હતા ને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે રેલવે પોલીસને જાણ થતા એએસઆઈ તેમજ અન્ય સ્ટાફ ના સભ્યો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. મૃતકના પરિવારજનો જાણ થતા ઘટના સ્થળે દોડી આવી મૃતકની ઓળખ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...