તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતે મોત:એક્ષપ્રેસ વે બ્રિજના પિલ્લર પરથી પટકાતા યુવકનું મોત

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટ ખસી જતાં યુવક 25 ફૂટ ઉંચેથી પટકાયો
  • અંકલેશ્વરના સરફુદ્દીન ગામ પાસેની ઘટના

અંકલેશ્વર સરફુદ્દીન ગામ પાસે બની રહેલા એક્ષપ્રેસ વે બ્રિજ પિલ્લર પરથી પટકાતા 20 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું.જાળી સાથે પ્લેટ ખાંસી જતા 25 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. જેનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

વડોદરા મુંબઈ વચ્ચે બની રહેલા ફ્રેડ કોરિડોર કામીગીરી નર્મદા નદી પર ચાલી રહી છે જેની અંકલેશ્વર તરફ ના ભાગે સરફુદ્દીન ખાલપીયા વચ્ચે હાલ બ્રિજના ઉભા કરવામાં આવી રહેલ સ્પાન્સ પર 20 વર્ષીય શાકિર અન્સારી કામ કરી હતો હતો. જે સ્પાન્સ પર રહેલી જાળી સાથે થી પ્લેટ ખસી જતા 25 ફૂટ ઉપર થી નીચે પટકાયો હતો જેને ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે બ્રિજ એજન્સી અશોકો બીલકોનના સ્ટાફે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...