શોધખોળ:પાનોલી નજીકથી પસાર થતી નહેરમાં યુવાન ડૂબ્યો, મામના ઘરે રહેતો યુવાન નહાવા જતાં પગ લપસ્યો

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવાનનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યો હતો જેની પાનોલી અને અંકલેશ્વર પાલિકાના ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. - Divya Bhaskar
યુવાનનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યો હતો જેની પાનોલી અને અંકલેશ્વર પાલિકાના ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી.

અંકલેશ્વરના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલ માં અંકલેશ્વરની તાપી હોટલ સામે આવેલ સુપ્રીમ કોમ્પ્લેક્સમાં મામાના ઘરે રહેતા અને મૂળ યુપીના 22 વર્ષીય અનસ હલીમખાન નાહવા માટે ગયા હતા દરમ્યાન અચાનક તેનો પગ લાપસી જતા કેનાલના પાણીમાં તણાઈ જતાં ડૂબી ગયો હતો.

જે અંગે ની જાણ પાનોલી નોટીફાઇડ ફાયર વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડ નેં જાણ કરતાં ફાયર ના જવાનો દોડી આવ્યા હતા અને મુખ્ય કેનાલમાં અનસ હલીમખાન ની શોધખોળ શરૂ કરી હતી. જે મોડી સાંજ સુધી મળી ન આવ્યો હતો. ધટના ના પગલે લોકટોળા જામ્યા હતા.અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...