આત્મહત્યા:પત્નીએ સાધુ નહિ બનવાનું કહેતા યુવાનનો આપઘાત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીતાલી ગામની સિલ્વર સિટીમાં બનેલી ઘટના

સાધુ બની જવું હતું પરંતુ પત્ની એ સાધુ બનવાની ના પાડતા પતિ એ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વર ના જીતાલી ગામ ની સિલ્વર સીટી માં બનેલી ઘટના હતી. મૂળ યુપી ના અને હાલ અંકલેશ્વર ના જીતાલી ગામ ની સિલ્વર સિટી 2 માં દિપક શેષમણિ મિશ્રા પત્ની સાથે રહે છે તેઓ ને સાધુ બની જવું હતું પરંતુ પત્ની એ તેઓ ને સાધુ બનવાની ના પાડતા દિપક મિશ્રા ને લાગી આવતા તેઓ એ પોતાના મકાન ની બાજુમાં આવેલ બંધ મકાન માં જઈ રૂમમાં છત ના પંખા ના પાઇપ સાથે પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી

આ અંગેની જાણ પત્ની સહીત આસપાસ ના રહીશો ને થતા તેઓ દોડી આવી અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા ,પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક દિપક મિશ્રા ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...