તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:અંકલેશ્વરમાં કપડાની દુકાનમાં ચોરી કરતો યુવાન CCTVમાં કેદ

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ઘટના બહાર આવી હતી
 • ઘટના અંગે હાલ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી

અંકલેશ્વર પીરામણ નાકા વિસ્તારમાં આવેલ રેડીમેન્ટ ગારમેન્ટ ના એક મોટા શો રૂમમાં એક યુવાન કપડાં ખરીદ કરવા આવ્યો હતો જે સેલ્સમેનને કપડાં બતાવા જણાવી તેની નજર ચૂકવી ડેક્સ પર પડેલ કપડાંને ટી શર્ટ તેમજ શર્ટ સેરવી પોતના પેન્ટ ની અંદર આતંર વસ્ત્રો માં સેરવી સંતાડી દીધા હતા.

જે ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી જેને શોરૂમ સંચાલક સીસીટીવીમાં નિહાળી રહ્યો હતો. જેવો યુવાન શો રૂમ થી બહાર નીકળવા ની પેરવી કરી રહ્યો હતો ત્યારેજ દુકાનદારે તેને ઝડપી લઈ તેના પાસે અંદર સંતાડેલ કપડાં બહાર કઢાવ્યા હતા. અને તેના ઢોલ ધપાટ પણ કરી હતી અને શો રૂમ બહાર કાઢી મુક્યો હતો જો કે કાકલુદી બાદ આ બાબતે શોરૂમ સંચાલકે પણ માલ પરત મળતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જો કે આ ચોરીનો વિડ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે. આખી ઘટના બાબતે સત્તાવાર કોઈજ ફરિયાદ નથી ત્યારે ચોરી કરનાર યુવાન પણ હાલ ભૂગર્ભમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો