ચિંતાનો વિષય:અંકલેશ્વરમાં હવાની ગુણવત્તાની ચિંતાજનક રીતે કથળતી સ્થિતિ

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે એસ.ઓ.2 નું પ્રમાણ પણ વધ્યું
  • 16મી નવેમ્બરના રોજ પુનઃ 316 પર એક્યુઆઈ પહોંચ્યો

અંકલેશ્વર હવા ની ગુણવતા ચિંતાજનક રીતે કથળતી જતી સ્થિતિ ચિંતાનો વિષય બન્યો છે. તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત્ત રેડ ઝોનમાં એક યુ આઈ આવી રહ્યો છે. 16 મી નવેમ્બર ના રોજ પુનઃ 316 પર એ ક્યુ આઈ પહોંચ્યો છે.

અંકલેશ્વર ઓક્ટોબર માસ માં હવા ની ગુણવતા ધીરે ધીરે બગાડવા લાગ્યા બાદ નવેમ્બર માસમાં સ્થિતિ વધુ ખરાબ બની છે. નવેમ્બર માસમાં 16 દિવસ પૈકી 7 દિવસ ઓરેન્જ ઝોનમાં અને 6 દિવસ રેડ ઝોનમાં એક યુ આઈ આવ્યો છે. પી.એમ.2.5 અને પી.એમ 10 ની માત્રા સૌથી ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. કાર્બન ડાયોક્સાઇડ અને એસ.ઓ.2 નું પ્રમાણ પણ વધ્યું છે.

જીપીસીબી દ્વારા ઉદ્યોગો ને કરવામાં આવેલ તાકીદ બાદ પણ હજી સ્થિતિ માં સુધારો થયો નથી. જેને લઇ પર્યાવરણપ્રેમીઓ રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો આરોગ્ય સામે ઉભા થઇ રહેલા ખતરા ને લઇ સવાલ ઉઠી રહ્યા છે. પ્રતિવર્ષ શિયાળા માં હવા ની ગુણવતા ને લઇ સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે શિયાળા પૂર્વે આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે જરૂરી પગલાં ભરવા પ્રિ શિયાળુ કામગીરી કરવામાં આવે તેવી માંગ બુદ્ધિજીવી વર્ગ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...