સામાન્ય સભા:વિપક્ષી સભ્યોની બીમારી વચ્ચે માત્ર 5 મિનિટમાં 44 કરોડના કામો મંજૂર

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર નગરપાલિકાની સભામાં વિપક્ષના 6માંથી માત્ર એક જ સભ્ય હાજર

અંકલેશ્વર નગરપાલિકામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા છ સભ્યો છે અને તેમાંથી પણ પાંચ માંદગીના બિછાને છે. શનિવારે મળેલી સામાન્યસભામાં વિપક્ષના એક માત્ર સભ્યની હાજરી વચ્ચે શાસકોએ માત્ર 5 મિનિટમાં 44 કરોડ રૂપિયાના કામો મંજુર કરાવી લીધાં હતાં.

અંકલેશ્વર પાલિકા ઇતિહાસ માં પ્રથમ વખત વિપક્ષ એક સાથે માંદગીના બિછાને છે. શનિવારે મળેલી સામાન્યસભામાં વિપક્ષના 6માંથી 5 સભ્યો ગેરહાજર રહયાં હતાં. વિપક્ષની ગેરહાજરીથી શાસકોને મોકળુ મેદાન મળી ગયું હતું. સભા શરૂ થતાંની સાથે એજન્ડાના કામો રજુ કરાયાં હતાં. સભામાં હાજર વિપક્ષના એક માત્ર સભ્ય શરીફાબેને હિસાબો સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બહુમતીના જોરે શાસકોએ માત્ર પાંચ જ મિનિટમાં 44 કરોડ રૂપિયાના વિકાસકામો મંજુર કરાવી લીધાં હતાં.

દરેક વોર્ડમાં વિકાસકામો માટે 45 લાખ રૂપિયા
વોર્ડ દીઠ વિકાસના કામો માટે 45-45 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અનેક નવા પ્રોજેક્ટ ને અમલ મુકવા મંજુરી આપવામાં આવી છે. નગરના વિકાસ માટે અંદાજિત 44 કરોડ ઉપરાંતના કામો મંજુર કરાયાં છે. - વિનય વસાવા,પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...