તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઝઘડીયાની વાયોલન્ટ ઓર્ગેનિકમાં કામદારોને અન્યાય કરાતાં હડતાલ

અંકલેશ્વર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીનો HR વિભાગ પરપ્રાંતિયો અને સ્થાનિકો વચ્ચે ભેદભાવ રાખતો હોવાનો રોષ

ઝઘડીયા જીઆઇડીસી સ્થિતિ વાયોલન્ટ ઓર્ગેનિક લિમિટેડ કંપની ખાતે પર્યાવરણ દિવસે જ સ્થાનિક કામદારો કંપની ના ગેટ પર હલ્લો બોલાવી અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા અને કંપની ના એચ.આર. વિભાગ દ્વારા રાજ્યના સ્થાનિક કામદારો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રાજ્ય બહાર ના કામદારો વધુ પ્રોત્સાહન અને ભરતી કરી તેમને પહેલો પગાર આપવાની સાથે સાથે સ્થાનિક કામદારો વચ્ચે ભેદભાવ ઉભો કરી રહ્યા છે.

સ્થાનિકો ને 80 % રોજગારી ના નિયમોને નેવે મૂકી જિલ્લા બહાર અને રાજ્ય બહાર ના કામદારો પ્રોત્સાહન આપી રહ્યા છે પગાર ભથ્થા સહીત નિયમિત પગાર ના આપી અનેક રીતે કનડગત કરવામાં આવી રહી છે જેને લઇ સ્થાનિક કામદારો અચાનક કામ બંધ કરી હડતાલ પર ઉતરી ગયા હાટ અને કંપની મેનેજમેન્ટ અને એચ.આર વિભાગ નો હુરિયો બોલાવ્યો હતો. તેમજ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ પૂરી કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...