અંકલેશ્વરની સિલિકોન કંપનીમાં સિમેન્ટના પતરા બેસાડતી વેળા 20 ફુટ ઉપરથી નીચે પટકાતાં કામદારનું મોત નીપજયું છે. મૃતક યુવાન વાલિયાના પઠારનો રહેવાસી હતો. વાલિયા તાલુકાના પઠાર ગામ ખાતે રહેતા 28 વર્ષીય દિનેશ વસાવા ગતરોજ જીતાલીની સીમમાં આવેલ સિલિકોન કંપની કામ કરી રહ્યા હતા.
સાંજે તેઓ 20 ફુટની ઉંચાઇ પર ચઢીને સિમેન્ટના પતરા બેસાડી રહયો હતો. તે દરમિયાન સિમેન્ટનું પતરું તૂટી જતા તેઓ 20 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતાં.તેમને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ગંભીર ઇજાના પગલે દિનેશ વસાવાનું મોત થઇ ચુકયું હતું. બનાવ અંગે ગીરીશ વસાવાએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.