તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • An Emotional Worker From Ankleshwar Said, "I Have Not Been Paid For 3 Months, I Am The Only Earner In The House, We Eat One Day And Go Hungry One Day."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપવીતી:અંકલેશ્વરના ભાવુક થયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મીએ કહ્યું, ‘3 મહિનાથી પગાર નથી થયો; ઘરમાં હું કમાનાર એકલો છું; અમે એક દિવસ જમીએ છીએ અને એક દિવસ ભૂખ્યા રહીએ છીએ’

ભરૂચ17 દિવસ પહેલા
 • અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોન્ટ્રેક્ટ હેઠળના પાંચ કર્મચારીને છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવાયો નથી
 • ખિસ્સામાં પૈસા જ નથી, દરરોજ ચાલીને આરોગ્ય કેન્દ્ર આવું છું: મનીષ સોલંકી
 • પગારની રસીદ પણ અપાતી નથીઃ ઉષાબેન કંદોઈ

‘છેલ્લા 3 મહિનાથી પગાર નથી થયો, ઘરમાં કમાનાર હું એકલો છું, દરરોજ ચાલીને આવું છું, અમે એક દિવસ જમીએ છીએ અને એક દિવસ ભૂખ્યા રહીએ છીએ....’ આ શબ્દો છે અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રેક્ટ હેઠળ કામ કરતા મનિષ સોલંકીના. જેનો છેલ્લા 3 મહિનાથી પગાર થયો નથી. આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસી, કોરોનાની રસીકરણ માટે પાંચ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રેક્ટ હેઠળના કામદારોને રેગ્યુલર પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી. જેના કારણે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પગાર ન થવાથી ખાવાનાં ફાંફાં
ત્રણ મહિનાથી પગારથી વંચિત રહેલા જીતાલીના મનિષ સોલંકીએ ભાવુક અવાજે પોતાની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે, મારા પિતા હેન્ડિકેપ છે અને ઘરમાં હું એક જ કમાનાર છું. છેલ્લા 3 મહિનાથી પગાર ન થવાથી ઘરમાં ખાવાના ફાંફા છે. અમે એક દિવસ જમીએ છીએ અને એક દિવસ ભૂખ્યા રહીએ છીએ. પૈસા જ ન હોવાથી મારે જીતાલીથી ચાલીને અહીં આવવું પડે છે. આ અંગે સ્થાનિક આરોગ્ય અધિકારીને વાત કરી હતી, તેમણે ઉપર વાત કરીશું એવો જવાબ આપ્યો હતો. વડદોરાની આરડીડીમાં પણ રજૂઆત કરી હતી પરંતુ ત્યાં પણ કોઇએ અમારી વાત સાંભળી નથી.

અત્યારે ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે
ઉષાબેન કંદોઇ નામના મહિલા કર્મચારીએ જણાવ્યું છે કે, 2017થી હું નોકરી કરું છું. ચાર વર્ષથી આ સમસ્યા છેકે ચાર મહિને કે પાંચ મહિને અમારો પગાર કરવામાં આવે છે. પાંચ મહિને પગાર કરે તો 2 મહિનાનો પગાર આપે અને ચાર મહિને પગાર કરે તો 1 મહિનાનો પગાર આપે છે. ચાર વર્ષથી આવું જ ચાલી રહ્યું છે. અમે પગારની માગણી કોની પાસે કરીએ ન તો પગારની રષીદ અપાય છે કે નથી પીએફનો કોઇ નંબર આપવામાં આવતો. છેલ્લા ત્રણ મહિનાથી પગાર આવ્યો નથી. અત્યારે ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. અમને અમારો પુરતો પગાર જોઇએ છીએ પણ રજૂઆત કોને કરવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો