દુર્ઘટના:અંકલેશ્વરની ભારત ગ્લાસ ટ્યુબમાં કામદારનું મોત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યો હતો

અંકલેશ્વર ની ભારત ગ્લાસ ટ્યુબ કંપની માં કામદાર પડી જતા મોત નીપજ્યું હતું. અંકલેશ્વર ના સારંગપુર ગામ નજીક આવેલ સોનમ પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ગજેન્દ્ર સીંગ રામશંકર સીંગ જીઆઇડીસી માં આવેલ ભારત ગ્લાસ ટ્યુબ કંપની માં નોકરી કરે છે ,તેઓ ગત તા 8 જુલાઈ ના રોજ કંપની માં મેન્ટેનન્સ ની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી

આ ઘટનાને જોતા અન્ય કામદારો અને સંચાલકો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પર ના તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો ,આ બનાવ ની જાણ જીઆઇડીસી પોલીસ ને થતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતક ગજેન્દ્રસીંગ ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...