તપાસ:જય ભવાની ફૂડ પ્રોડક્ટ્સ કંપનીની ટાંકીમાં ડૂબી જતાં કામદારનું મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કંપની સંચાલકોની પૂછપરછ હાથ ધરી

અંકલેશ્વર જીઆઇડીસી માં પ્લોટ નંબર 177 માં આવેલ જય ભવાની ફૂડ પ્રોડક્ટ કંપની માં કામ કરતો મૂળ રાજસ્થાન નો અને હાલ કંપની માં રહેતો 19 વર્ષીય જેઠારામ દોલા રામ દેવાસી કંપની ના બિલ્ડીંગ ઉપર આવેલ પાણીની ટાંકીમાં વહેલી પરોઢે ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. રાત્રી ના 12 વાગ્યા બાદ ડૂબી ગયેલા કામદાર અંગે સવારે 8.15 વાગ્યાના નજરે ના પડતા જાણ થઇ હતી.

કંપની કામદારો દ્વારા આ આગને કંપની સંચાલક તેમજ મૃતક ના સંબંધી ને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અન્ય કામદારો ની મદદ થી જેઠારામ દેવાસીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...