અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માં આવેલ ડી પી સીન્થેટીક્સ કંપનીના ગોડાઉન માં 19 વર્ષીય કામદારે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરની આદર્શ માર્કેટમાં રહેતા અને મૂળ યુપીના 19 વર્ષીય કરણ દુબે પાનોલી જીઆઇડીસીમાં આવેલ ડી પી સીન્થેટીક્સના ગોડાઉનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.
કરણ દુબેએ ગોડાઉનમાં ફરજ દરમ્યાન કોઈક અગમ્ય કારણોસર એંગલ સાથે કાપડ બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી બનાવ ી જાણ થતા કામદારો દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે પાનોલી જીઆઈડીસીમાં કામદાર ની આપધાત ની બીજી ધટના સામે આવી છે. અગાવ પણ અન્ય એક કંપની માં કામદારે આપધાત કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.