તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ખરચ ગામે જુગાર રમતા 7 ખેલીઓ ઝડપાયા

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 શખસો ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર
  • પોલીસે 1.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

હાંસોટ તાલુકાના ખરચ ગામ પાના પત્તાનો જુગાર રમતા સાત ઈસમો ને 1,28 લાખના મુદ્દામાલ સાથે હાંસોટ પોલીસે ઝડપી પાડ્યા હતા. બે ઈસમો ફરાર થઈ ગયા હતા ફરાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ હાંસોટ ઇન્ચાર્જ પી. આઈ. કે. એમ. ચૌધરી તથા હાંસોટ પોલીસ ને મળેલ બાતમી ના આધારે હાંસોટ પોલીસે તાલુકાના ખરચ સ્થિત બિરલા કંપની ના પાછળ ના ભાગે બાવળ ની ઝાડી માં ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા હતા.જ્યાં શ્રાવણીયો જુગાર રમતા કરતાં સાત ઈસમો રંગ હાથે ઝડપાઈ જવા પામ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 25,200,તથા 7 મોબાઇલ કિંમત રૂપિયા 18,000, 3 મોટરસાયકલ કિ. રૂપિયા 55, 000 તેમજ 1 એક્ટિવા કિંમત રૂપિયા 30,000 મળી કુલ 1.28 લાખ ઉપરાંતનો મુદ્દા જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી સુફિયાન મોહંમદ દીવાન રહે સાયણ, ઓલપાડ, સુરત, વિરલ પટેલ, રહે ઓલપાડ, સુરત, અમેન્દર રાજપુત, રહે માંગરોળ સુરત, તાજુદ્દીન પઠાણ, રહે કીમ, સુરત, લાલુ મન્સૂરી, કિમ સુરત અને સોહેલ પઠાણ રહે હાંસોટ ની ધરપકડ કરી હતી જયારે સ્થળ પર થી હાંસોટ ના આમોદ ગામ નો અખ્તર ઉર્ફે અક્કુ અરબ અને એક એક્ટિવા ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. અને બંને ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...