છેતરપિંડી:અંકલેશ્વર પાલિકાના વિપક્ષ નેતા સાથે રૂ. 87 લાખની છેતરપિંડી

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માલિકી જમીન પર બેંક પાસેથી 4.55 કરોડની લોન લઇ રફૂચક્કર

અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષ સભ્ય અને ઉદ્યોગકાર જહાંગીર ખાન પઠાણે ગડખોલ ગામની જુના સર્વે નંબર 88, નવો સરવે નંબર 420 રૂપિયા 8707786માં દસ્તાવેજ કરી મીરાનગરના યતેન્દ્ર રાજપૂત અને મહંમદ સાબિર મહંમદ હનીફ શેખ પાસેથી ખરીદી કરી હતી. જે બાદ 19 ડિસેમ્બર 2019ના રોજ તેમના પરિવારને જમીન અંગે બેંક દ્વારા નોટિસ ફટકારી તેની જમીન બેંકનો માલિકી વાળો નોટીસ બોર્ડ લગાવી દીધા હતા. તેમની જમીન પર 4.85 કરોડની લોન લઇ ભરપાઈ નહીં કરાતા આ બોર્ડ લગાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

જે લોન અશોક જૈન અને ઈલાબેન શાહ અને મિલનભાઈ શાહ બેંક પાસેથી લીધી હોવાનું બહાર આવ્યું હતું. અને યતેન્દ્ર રાજપુત અને મહંમદ સાબિર મહંમદ હનીફ શેખ એ પાલિકા વિપક્ષ જહાંગીર ખાન પઠાણ ને વેચાણ આપતા પૂર્વે અગાવ જમીન અશોક જૈન ને વેચાણ કરી હતી.

અને અશોક જૈન એ પોતાના નામે રેવન્યુ રેકર્ડ માં ચઢવતા નથી અને ઇલાબેન મિલન ભાઈ શાહ અને અશોક જૈન જમીન વેચાણ દસ્તાવેજ આધારે કોર્પોરેશન બેંક માં મૂકી લોન લીધી હતી જે લોન લીધા બાદ ભરપાઈ ના કરી હતી. ઉપરાંત જીઆઇડીસી પોલીસ મથકે દસ્તાવેજ ખોવાયો હોવાનું જણાવી અશોક જૈન દ્વારા ફરિયાદ નોંધાવી હતી. દસ્તાવેજ બૅંક માં મોર્ગેજ કરી તેના પર લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું. બેંક અને જહાંગીર ખાન પઠાણ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...