હત્યા:આડા સંબંધોની આશંકાએ પતિ સાથે ઝઘડામાં પત્નીની કુહાડી મારી હત્યા

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથા તથા ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકયાં આરોપી પતિની ધરપકડ

અંકલેશ્વરના ધંતુરીયા ગામે ચારિત્રની શંકામાં પત્નીની કુહાડી મારી નિર્મમ હત્યા પતિએ કરી હોવાની અરેરાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક વખતથી પતિ પત્ની જોડે આ મુદ્દે ઝઘડો ચાલી રહ્યા હતા. પોલીસે ગણતરી ના કલાકો માં પત્નીની હત્યા કરનાર શંકાશીલ પતિની ધરપકડ કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે આવેલાં ઇન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય જ્યોત્સના વસાવાના ઓ ગત રાત્રીના સમયે પોતાના ઘરે હતા દરમિયાન તેના પતિ રણજીત વસાવાનાઓ જ્યોત્સના બેન ના ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન એકાએક ઉશ્કેરાયેલા રણજીત વસાવાએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી દઈ હુમલો કરતા હુમલામાં જ્યોત્સનાને ગળાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ જતા સ્થાનિકો દ્વારા મામલા અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવી હતી. પી.આઈ.ભાવિન ચૌધરી સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો હતો. મૃતકના સ્વજન અનિલ વસાવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...