અકસ્માત:ટર્ન લેતી વેળાંં ડમ્પરે ટ્રક-રિક્ષા અને ઇકોને ટક્કર મારી ઝૂપડામાં ઘુસી

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ, સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની નહીં

એસિડન્ટ ઝોન ખરોડ ચોકડી પર એક સાથે ચાર વાહનો ટકરાયા હોવાનો વિચિત્ર અકસ્માત સજર્યો છે. ઇકો,બે ટ્રક-ટ્રેલર અને રીક્ષા રોડ સાઈડ કેબીન ઘુસી જતા નાસભાગ મચી જવા પામી હતી. કેબીન સહીત છાપરી ના કચ્ચરધાણ વળ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.ખરોડ અંદર બ્રિજ ની વાત કાગળ પર જ રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. મંજુર થયા બાદ પણ કામગીરી ના થતા એસિડન્ટ ઝોન ખરોડ ચોકડી લોકો મોત નું નિમિત્ત બનવા તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે.

અંકલેશ્વર ની ખરોડ ચોકડી પાસે નેશનલ હાઇવે પર થી પસાર થતી ટ્રેલર ટ્રક ચોકડી પર થી વળી રહ્યું હતું તે દરમિયાન અન્ય હાઇવા ટ્રક સીધા માર્ગ પર આવતા ટ્રેલર ટ્રક ના કેબીન માં ભટકાઈ ને બંને ગાડી સીધી ચોકડી પર સાઈડ રોડ પર સાથે સાથે જવા લાગી હતી અને બંને ટ્રકના ચાલકે રોડની બાજુમાં આવેલ નાસ્તા ના સ્ટોલ માલિક ની સ્ટોલ સામે પાર્ક કરેલ ઇકો કારને તેમજ રીક્ષા ને અડફેટે માં સ્ટોલ ના ઘૂસી જતા નાસભાગ મચી જવા પામી હતી.

આ અકસ્માતની જાણ થતા અંકલેશ્વર રૂરલ પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો સ્ટોલમાં ઘુસેલા વાહનોને બહાર કાઢ્યાં હતા આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ચાર ચાર વાહનો એક સાથે ટકરાયા હોવા છતાં કોઈને પણ ઈજા ના પહોંચતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જો કે એસિડન્ટ ને લઇ ખરોડ ચોકડી પર લોક ટોળે વળ્યા હતા. ખરોડ ચોકડી પર 2020 માં અંદર પાસ બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે. અ

અન્ય સમાચારો પણ છે...