તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:સજોદ ગામનું વાળીનાથ મંદિર બંધ થતા ભક્તોએ દરવાજાની પૂજા કરી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૈત્રમાં સુપ્રસિદ્ધ મંદિર ખાતે ભક્તો પૂજા સાથે ટાઢું જમતા હોય છે
  • મંદિર બંધ થતા દિવા પ્રગટાવી પૂજા આખરી કરી બાધા પૂર્ણ કરી

છેલ્લા 2 વર્ષ થી ચૈત્ર માસ માં કોરોના કાળ ને લઇ સજોદ નું સુપ્રસિદ્ધ વાળીનાથ દાદા નું બળિયાદેવ બાપજી મંદિર બંધ કરવામાં આવ્યું છે. ગત વર્ષે સંપૂર્ણ બંધ રહ્યા બાદ ચાલુ વર્ષે પ્રારંભ માં મંદિર દર્શનાર્થે ખોલવામાં આવ્યું હતું પરંતુ કોરોના ની બીજી લહેર તેજ બનતા પુનઃ મંદિર બંધ કરી દેવા માં આવ્યું હતું જેને લઇ દર્શાનર્થે આવતા ભકતો એ મંદિરના દરવાજે થી જ દર્શન કરી પરત જવાની ફરજ પડી હતી

જો કે કેટલા ભક્તોએ આસ્થા પૂર્વક ભગવાન મંદિર ના દરવાજા પર પણ પૂજા કરી હતી અને ત્યાંજ દિવા પ્રગટાવી. હાર ફૂલ ચઢાવ્યા હતા અને અગરબત્તી પણ કરી હતી તેમજ ચુનંદી લગાવી હતી. અને ટાઢું જામી પોતાની આસ્થા સાથે બળિયાદેવ બાપજી ના મનોમન દર્શન દરવાજા પર કરી કોરોના કાળ જલ્દી પૂર્ણ થાય અને તેમના પરિવાર સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...