બદલી બાદ હાર્ટ એટેક:અંકલેશ્વર તાલુકાની નવી દીવી શાળાના શિક્ષકની બદલી થઇ તો આચાર્યને હાર્ટ એટેક આવ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અન્ય શાળામાં બદલી કરાઈ
  • એસ.એમ.સી નવી દીવી પ્રાથમિક શાળાએ પણ હુકમ રદ કરવા ઠરાવ કર્યો

અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વધારો હવાલો સંભાળવા માટે જૂના બોરભાઠા બેટ ખાતે નવી દીવી ના શિક્ષક રાણા ભુપેન્દ્રભાઈ નો હુકમ કર્યો હતો. ખાસ કરી અંકલેશ્વર તાલુકાના જુના બેટ ભાઠા શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રથમ 100 દિવસ માં પસંદગી પામી છે. તે અનુસંધાને શાળા ના બાળકોની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ અને બાળકો ના હિત ને ધ્યાને લઇ શાળા માં ઘટ ની જગ્યાનો વધારાનો હવાલો આપતા રાણા ભુપેન્દ્રભાઈ નો હુકમ કર્યો હતો.

જેમાં નવી દીવી શાળા ખાતે ફરજ દર્શાવી શિક્ષક દ્વારા જુના બેટ ભાઠા ગામ ખાતે બાળકોને ભણવા જવાનું હતું. જો કે હુકમ ને લઇ શાળા ના આચાર્ય રમેશભાઈ વસાવા ને હૃદય રોગ નો હુમલો થયો હતો તેમના ત્વરિત અસર થી ભરૂચ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ વચ્ચે તંત્ર ના હુકમ ને લઇ નવી દીવી પ્રાથમિક શાળા ખાતે એસ.એમ.સી ની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ હુકમ રદ કરવા માટે નો ઠરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...