અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના ગ્રામજનોએ બકરા ભરેલી કારને પકડી પાડી હતી. જોકે ગ્રામજનોએ કાર થોભાવતા કાર ચાલક સહિત બે જેટલા પશુ ચોરો કાર મૂકીને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધીને ત્રણ પશુ ચોરોને ઝડપી પાડ્યા છે.
ગ્રામજનોએ કાર પકડતા ત્રણ ચોર કાર મૂકીને ફરાર થઇ ગયા હતાં.
અંકલેશ્વરના માંડવા ગામના તળાવ ફળિયામાં સંજય ઠાકોર ખેત મજુરી અને પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે 12 પૈકી 6 બકરીઓ ગત 27મી જુલાઈના રોજ ગામમાં ચરવા માટે છોડી મૂકી હતી. પરંતુ આ બકરીઓ ઘરે પરત નહિં આવતા પશુ પાલક અને તેની માતા બકરાઓને શોધવા નીકળ્યા હતા. તે દરમિયાન ગ્રામજનોએ કારમાં બકરાને ચોરીને લઇ જતી સમયે કારને પકડી પાડી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સંજય ઠાકોરે કારમાં તપાસ કરતા તેમની ત્રણ બકરીઓ અને જયેશ પાટણવાડિયાની એક બકરી મળી કુલ 4 બકરીઓ મળી આવી હતી. જયારે ગ્રામજનોએ કાર થોભાવતા ત્રણ જેટલા પશુચોરો કાર મૂકીને ફરાર થઇ ગયા હતા.
પોલીસે નડિયાદના ત્રણ પશુચોરોને ઝડપી પાડ્યા
આ અંગેની જાણ ગ્રામજનોએ અંકલેશ્વર શહેર પોલીસે મથકે કરી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી કારનો કબ્જે મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કલ્પેશ રસીક ચાવડા ,પવન જગદીશ તળપદા અને સની જયેન્દ્ર ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.