વતન વાપસી:અંકલેશ્વરમાં યુક્રેનથી પરત આવેલા પુત્રનું વાલિયા ચોકડી પર સ્વાગત

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવાર દ્વારા વાલિયા ચોકડીથી તિરંગા સાથે રેલી યોજી - Divya Bhaskar
પરિવાર દ્વારા વાલિયા ચોકડીથી તિરંગા સાથે રેલી યોજી
  • ઈશ્વર પટેલે ચારેય વિદ્યાર્થીઓના ઘરે પહોંચી વાતચીત કરી

વોર ઝોન એવા યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું અંકલેશ્વર જાણે યુદ્ધ જીતીને પરત ફર્યા હોય એવા સૈનિકોની જેમ તિરંગા સાથે ભપકાદાર સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પરત ફરેલા રોનક મકવાણાનું તિરંગા સાથે વાલિયા ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે આવેલ અમદાવાદ અને વેરાવળના વિદ્યાર્થીઓનું પણ મીઠાઈ ખવડાવી સ્વાગત કરાયું કર્યું હતું.

પરિવાર દ્વારા વાલિયા ચોકડીથી તિરંગા સાથે રેલી યોજી ઘરે કેક કાપી પ્રવેશ આપ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પરત ફરેલા કપિલ અમદાવાદીને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આવકારી સ્થિતિ ચિતાર મેળવ્યો હતો. ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વરના પરત ફરેલા ચારેય વિદ્યાર્થીઓના ઘરે પહોંચી પરિવાર અને બાળકો સાથે વાતચીત કરી હતી.

અંકલેશ્વરના 5 વિદ્યાર્થીઓ હેતેશ્રી બેન ભરત પરમાર, રોનક વાઘજી મકવાણા, જીનલ નવીન માલી, ક્રિષ્ના મયંક પટેલ,અને કપિલ કુમાર સંજય અમદાવાદી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ અર્થે ગયા હતા. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધ પગલે તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.

ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત વતન લાવવા માટે ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું છે. ઓપરેશન ગંગા વડે અંકલેશ્વર હેતેશ્રી બેન ભરતભાઈ પરમાર અને ક્રિષ્ન કુમાર મયંકભાઇ પટેલ બે દિવસ પૂર્વે જ ઘર વાપસી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...