સ્વાગત:આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ભડકોદ્રા ગામે સ્વાગત

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગનું ખાતમુહૂર્ત અને રોડનું લોકાર્પણ4 લાભાર્થીઓને સહાય ના મંજૂરી પત્ર એનાયત

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આવી પહોંચી હતી. ગામના આગેવાનો, ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ગામના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત અને રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની યોજનાનો લાભ પહોંચાડવા માટે આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પહોંચી છે. ગામડું એ ભારત જેવા દેશ નો ધબકાર છે. ત્યારે રાજ્યના ગામડાં પણ ધમધમતાં થાય તે માટે આત્મનિર્ભર યાત્રા ઉપયુક્ત બની રહેશે. ગ્રામ્ય જીવન ને સ્પર્શતી યોજના ગ્રામ્ય સ્તર સુધી પહોંચતા ગ્રામજીવન પણ ચેતનવંતુ બને તે માટે કૃષિ, વન, પર્યાવરણ, સિંચાઈ જેવા વિભાગોના સંકલન દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે જ કર્યું છે. રથ દ્વારા ગ્રામ્ય સ્તરે જ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અપાનાર છે ત્યારે આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ આવી પહોંચતા ગામ આગેવાનો, ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા અને રૂપિયા 51 લાખ ના ખર્ચે તૈયાર થનાર ગામના મુખ્ય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ રૂપિયા 5 લાખ ઉપરાંત ના ખર્ચે બનેલ સ્કૂલ સુધી નો રોડ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સ્કૂલ ના પટાંગણ ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓને સહાયની મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ,મામલતદાર હર્ષદ બેલડીયા , તાલુકા વિકાસ અધિકારી અલ્પા નાયર ગામના સરપંચ રેવાબેન પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...