ઉદ્યોગ ટ્રાન્સ્પોટ્રેશન પર બ્રેક:નેશનલ હાઇવે 48 પર પાણી ફરી વળતા બંધ; વિવિધ એસેટના રો-મટિરિયલ તેમજ ઉત્પાદિત માલની હેરાફેરી અટકી

અંક્લેશ્વર3 મહિનો પહેલા
  • જિલ્લા માંથી રોજના 7000થી વધુ ભારદારી વાહનોનો મુંબઈ-વાપી અને પુણે સાથે સીધો સંપર્ક હતો
  • ખરોડ ફ્લાયઓવરની કામગીરીને લઇ ટ્રાન્સ્પોટ્રેશન પર ઉભી થઇ રહેલી વિપરીત અસરો

વલસાડ કલેકટર દ્વારા ભારે વરસાદને લઇ ચીખલી- વલસાડ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર પાણી ફરી વળતા હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તેની ટ્વિટ કરી હતી જે ટ્વિટ બાદ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા અને જીઆઇડીસી રિજિયોનલ અધિકારી દ્વારા પત્ર દ્વારા તમામ એસેટને હાલ મુંબઈ તરફ થતા ટ્રાસ્પોટેશન પર બ્રેક મારવા અપીલ કરી હતી.

રો-મટિરિયલ તેમજ ઉત્પાદિત માલની હેરાફેરી અટકી
અંકલેશ્વર -પાનોલી , ઝગડીયા સહીત જિલ્લાની વિવિધ એસેટના રો-મટિરિયલ તેમજ ઉત્પાદિત માલની હેરાફેરી અટકી જવા પામી હતી. જિલ્લામાંથી રોજના 7000 હજારથી વધુ ભારદારી વાહનોનો મુંબઈ-વાપી અને પુણે સાથે સીધો સંપર્ક હતો. જેના પર બ્રેક વાગી જવા પામી છે. આ વચ્ચે છેલ્લા 2 મહિનાથી ખરોડ ફ્લાયઓવરની કામગીરીને લઇ પણ ઉદ્યોગો સંકટમાં આવી ગયા છે. બંને એસેટમાં ટ્રાન્સપોટેશન પર ઉભી થઇ રહેલી વિપરીત અસરો જોવા મળી રહી છે.

સર્વિસ રોડ આર.સી.સી બનાવવા રજૂઆત
ટ્રાન્સ્પોટેશન માટે ટ્રાન્સપોર્ટરો અને ચાલકો નનયૈ ભરી રહ્યા છે. જેને લઇ સમયસર રો-મટીરીયલના મળવાની સાથે ઉત્પાદિત માલ સમાન પહોંચાડી ના શકવાની સાથે પ્રોડક્શન પર લોંસ થવાની વિપરીત અસર ઊભી થઇ રહી છે. જે અંગે પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા ખરોડ બ્રીજની કામગીરી અટકાવી સર્વિસ રોડ આર.સી.સી બનાવવા રજૂઆતનો દોર શરૂ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...