એલર્ટ:અંકલેશ્વરના 13 ગામમાં પાણી ફરી વળ્યા, 812 લોકોનું સ્થળાંતર

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નદીને છાપરા પાટિયા તરફ જતો માર્ગ બંધ

નર્મદા નદીના પાણી અંકલેશ્વરના 13 ગામમાં ફરી વળ્યા છે. 7 ગામમાંથી 812 લોકો સ્થળાંતર કરાયું છે. અંકલેશ્વરમાં આણંદથી સ્પેશિયલ એનડીઆરએફની ટીમ તૈનાત કરાયા છે. 13 ગામના તલાટી-સરપંચને એલર્ટ રહેવા તંત્રે સૂચના આપી છે. નદીની સપાટી 31 ફૂટ પહોંચવાની સંભાવના છે. સતત બીજા વર્ષે 31 ફૂટ નર્મદા નદી સપાટી વતાવશે. નર્મદા નદી રવિવારે સાંજે 29.50 ફૂટ ઉપર વહેતી થતા સરફુદ્દીન અને ખાલપીયાના કિનારા અને બોરભાઠા બેટ માર્ગો પર પાણી ફળી વળ્યા છે.

કાસીયા, છાપરા તરફ ભૂતમામાં ડેરી પાસેથી જતો રસ્તો અવરોધાયો છે જ્યાં સુપડી બ્રિજ પર પાણી ફળી વળતા માર્ગ બંધ થઇ ગયો છે. લોકોએ 12 કિમી ફરીને જવાની સ્થિતિ સર્જાઇ છે. જૂના બોરભાઠા, જૂના બોરભાઠા બેટ, સરફુદ્દીન, ખાલપીયા, કોયલી ગામમાં પૂરના પાણી ઘૂસ્યા છે. સક્કરપોર, જૂના હરિપુરા, જૂના પુનગામ, સજોદ,તરીયા, ધંતુરીયા, માટીએડ,સહીત વિસ્તારોની ગામની સીમમાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...