જળસંકટ ટળ્યું:કેનાલમાં પાણીનો આવરો: અંકલેશ્વર શહેર જીઆઇડીસી પર તોળાતું જળસંકટ ટળ્યું

અંકલેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટિફાઈડ વિભાગ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં 25 MLDની સામે 5 MLD અપાતું હતું, જે વધારીને 13 MLD કરાયું

અંકલેશ્વર શહેરમાં 4 દિવસ અને નોટીફાઈડ તળાવ માં 6 દિવસ ચાલે એટલા જ પાણી જથ્થો હોવાના અહેવાલ બાદ ઉકાઈ નહેર વિભાગ દ્વારા ત્વરિત અસર થી પાણી આપવાની શરૂઆત થતા નોટીફાઈડ તળાવ અને નગરપાલિકા તળાવ માં પાણી આવક શરૂ થઇ છે. જો કે હજુ પણ પાણી ફોર્સ ધીમો હોવાથી છેલ્લા 48 કલાક માં પાણી આવક ઓછી છતાં બંને વિસ્તાર માથે ઉભા થયેલા ભર ઉનાળે માં જળ સંકટના વાદળો હાલ દૂર થયા છે. પાલિકા દ્વારા વિના કાપે પાણી આપવાનું જારી રાખ્યું છે.

તેમજ હાલ બોર ના પાણી ઉપયોગ ચાલુ રાખી તળાવ નું લેવલ 4 મીટર કરવા માટે પાણી સ્ટોરેજ વધાર્યું છે. તો નોટીફાઈડ વિભાગ દ્વારા પણ પાણી આવક શરુ થતા ઉદ્યોગો માં આપેલ પાણી નો 80 % કાપ ઘટાડી દીધો છે. અને પાણી ની 25 એમ.એલ.ડીની જરૂરિયાત સામે હાલ 5 એમ.એલ.ડી થી વધારી ને 13 થી 14 એમ.એલ.ડી પાણી આપવાની શરૂઆત કરી છે.

તેમજ તળાવમાં સ્ટોરેજ વધારવાની સાથે સાથે આગામી બે દિવસમાં 25 એમ.એલ.ડી પાણી જરૂરિયાત ઉદ્યોગોની પુરી કરી શકે તેવું આયોજન કર્યું છે. હાલ ઉદ્યોગો ને 24 કલાક પૈકી 12 કલાક પાણી આપવાની શરૂઆત કરી છે. તો નોટીફાઈડ રહેણાંક વિસ્તાર માં પણ 2 પાળી માં આપવામાં આવતું પાણી એક પાળી માં રહીશો ની જરૂરિયાત મુજબ પાણી મળી રહે તેવું આયોજન કરી દીધું છે.

નગરપાલિકા વિસ્તારમાં અમે કોઇ પણ પ્રકારના કાપ વિના પાણી પૂરું પાડીશું
તળાવમાં પાણી આવક શરૂ થઇ છે. તળાવ નું સ્ટોરેજ લેવલ 4 મીટર થાય એ માટે હાલ સ્ટોરેજ કરાઈ રહ્યું છે. અને હાલ શહેર માં પાણીનો કાપ મુકવા વગર પાણીની જરૂરિયાત મુજબ નો 1.10 કરોડ લીટરનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. ઉનાળો હોવાથી પાણીની જરૂરિયાત વધી છે. છતાં પાણી લોકો જરૂરિયાત મુજબ વિના કાપે મળી રહે તે માટે પાલિકા આયોજન બંધ રીતે પાણી આપી રહી છે. > વિનય વસાવા , પ્રમુખ, નગરપાલિકા ,અંકલેશ્વર

બે દિવસમાં પૂરતું પાણી આપવાનું આયોજન
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા પાણી આપવાની શરૂઆત કરતા ત્વરિત અસર થી ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનો કાપ ઘટાડી દેવામાં આવ્યો છે. અને હાલ 25 એમ.એલ.ડી ની જરૂરિયાત સામે રોજનું 13 થી 14 એમ.એલ.ડી. પાણી આપવામાં આવી રહ્યું છે. ઉદ્યોગોમાં 12 કલાક પાણી આપવની શરૂઆત સાથે આગામી 2 દિવસમાં ઉદ્યોગોની તમામ 25 અમે.એલ.ડીની જરૂરિયાત પુરી પાડવામાં માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. > હરેશ પટેલ, એ.આઈ.એ પૂર્વ સભ્ય

અન્ય સમાચારો પણ છે...