તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી કાપ, માત્ર10 કલાક પાણી મળશે

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 ઓગસ્ટથી ઉકાઈ જમણા કાંઠા નહેરનો પુરવઠો બંધ થતા રહેણાંક વિસ્તારોમાં અઢી કલાકનો પાણીકાપ
  • નર્મદા નદીના કિનારે વસેલું અંકલેશ્વર ઔદ્યોગિક હબ છતાં તાપી નદીના પાણી પર નિર્ભર

ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનો કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમો ને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાંક વિસ્તારમાં અઢી કલાકનો કાપ આપવામાં આવ્યો હતો. 28 મી ઓગસ્ટ થી ઉકાઈ જમણા કાંઠા નહેર નો પુરવઠો બંધ થતા લેવાયેલો નિર્ણય : જીઆઇડીસી તળાવ ની લેવલ ધટતા સ્થિતિ ઉદ્દભવી છે નોટીફાઈડ અને એ.આઈ.એ દ્વારા રોટેશન પોલિસી બદલી પાણી પુરવઠો વધારવા રજૂઆત કરાઈ છે.નર્મદા કાંઠે વસેલું અંકલેશ્વર આજે પણ તાપી ના નીર પર નિર્ભર જોવા મળી રહ્યું છે.

અંકલેશ્વર પંથક એક તબક્કે ઓછા વરસાદ ને લઇ જળ અને ખેતી બંને માટે આફત ઉભી થી હતી પરંતુ પાછોતરો વરસાદ વરસતા હાલ જિલ્લામાં સૌથી વધુ 75 % કરતા વધુ વરસાદ અંકલેશ્વર માં પડ્યો છે જેને લઇ ખેતી અને ભૂગર્ભજળ બને પુનઃ જીવન મળ્યું છે. આ વચ્ચે તાપી નદી પર નિર્ભર એવા અંકલેશ્વર માં પુનઃ એકવાર જળસંકટ ચોમાસા દરમિયાન ઊભું થયું છે. અંકલેશ્વર જીઆઇડીસી ઔદ્યોગિક એકમોમાં નોટીફાઈડ વિભાગ દ્વારા 24 કલાક પાણી ના બદલે 10 કલાક પાણી આપી 14 કલાકનો પાણીનો કાપ મુક્યો છે.

તો રહેણાંક વિસ્તાર માં સવારે 3 અને સાંજે 3 કલાક પાણી આપવામાં આવતું હતું તેમાં કાપ મૂકી હવે માત્ર સવારે 3:30 કલાક પાણી આપવામાં આવશે અને અઢી કલાકનો પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે.નોટીફાઈડ વિભાગ દ્વારા એક જાહેર સર્કુલર સોશિયલ મીડિયા પર ઉદ્યોગો ને આપતા “ ઉકાઈ સિંચાઈ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર કેનાલનું પાણી તા 28-08-2021 થી અનિશ્ચિત સમય માટે બંધ કરેલ છે. ઉકાઈ ડેમ નું લેવલ પણ ઓછું છે. હાલ અત્યારે જીઆઇડીસી તળાવ નું લેવલ પણ ૧૯.૬૦ જેટલું છે.

આ સંજોગોમાં હાલની પરિસ્થિતિને અનુરૂપ તા 30-08-21 થી ઔદ્યોગિક એકમોમાં દિવસ દરમિયાન 10 થી 12 કલાક જેટલો પુરવઠો આપવામાં આવશે, જે સમય પરિસ્થિતિને અનુરૂપ ફેરફાર ને પાત્ર છે. જેની સર્વે ઔદ્યોગિક એકમો એ નોંધ લેવા વિનંતી છે. અંકલેશ્વર નગર નર્મદા કિનારે વસેલું હોવા છતાં તાપી નદીના જમણા કાંઠાની નહેર પર નિર્ભર છે અહીં ખેતી, ઉદ્યોગ અને નગર માં પાણી તાપી પર નિર્ભર છે ઉકાઈ ડેમની સ્થિતિ આધારે અહીં પાણી સમસ્યા ઉદભવી છે.

ત્યારે સ્થાનિક રાજકીય અગ્રણીઓ નર્મદા નદીનું નીર અંકલેશ્વરને મળે તે દિશામાં રજુઆત કરે તેવી માંગ ઉઠી છે. નર્મદાના નીર કચ્છની ધરા ને તૃપ્ત કરે છે. પણ નર્મદા કિનારે વસેલા અંકલેશ્વર ને આજે પણ જળ માટે સા સા પડી રહ્યા છે. ભાડભૂત રીવર કમ બેરેજ બન્યા બાદ તેમાં થી કેનાલ ઉભી કરી અંકલેશ્વર તાલુકા તેમજ ઉદ્યોગોને પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી છે.

ઉકાઈ કેનાલની રોટેશન પોલીસી બદલવા માટે રજૂઆત કરી છે
ઉકાઈ કેનાલ નો પુરવઠો બંધ થતા આ સ્થિતિ ઉદભવી છે જીઆઇડીસી તળાવ માં પાણી રુલ લેવલ ઘટ્યું છે. રહેણાંક વિસ્તાર ની પ્રાથમિક ને ધ્યાને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ ઔદ્યોગિક એકમો પાણી કાપ આપવામાં આવ્યો છે આ ઉપરાંત ઉકાઈ કેનાલ ની રોટેશન પોલિસી બદલવા માટે સબંધિત વિભાગ માં રજુઆત કરાઈ છે. તેમજ આ અંગે તંત્ર દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રોટેશન પોલિસી નો સમય અને ટાઈમ ટેબલ બદલવા માટે વિચારી રહ્યું છે. - જશુભાઇ ચૌધરી, ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...