તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં ગણગણાટ:વટારીયા સુગરના સભાસદોમાં ખટાશ શેરડી કટિંગમાં વહાલા દવલાની નીતિ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શેરડી કટિંગ માટે મજૂરો પણ નહીં ફાળવાતા હોવાનો ખેડૂતોમાં ગણગણાટ

વાલિયા ના વટારીયા ગામ સ્થિત ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સંચાલિત વટારીયા સુગર ફેક્ટરીના સંચાલનમાં થતા ગેર-વહીવટનો ભોગ ખેડૂત સભાસદો બની રહ્યા છે. સંસ્થા માં ચાલતા રાજકરણનો ભોગ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડુતોનો બની રહ્યા છે.

ખેડૂતો વર્ષ દરમ્યાન મેહનત કરી શેરડીનો પાક તૈયાર કરે છે અને જયારે કાપણીનો સમય આવે ત્યારે વહીવટકર્તા ઓની ભૂલો કે ગેરવહીવટના કારણે સમયસર કટિંગ થતું નથી. જેના કારણે જંગલી જાનવરો, ભૂંડ અને ઉંદરોના ઉપદ્રવને કારણે પાકમાં મોટું નુકશાન થઇ રહ્યું છે. વટારીયા સુગર ફેક્ટરી જરૂરિયાત મુજબના મજુરો પણ ઉપલબ્ધ કરી શકી નથી અને જેથી કાપણી બાબતે સભાસદો તરફ થી અનેક ફરિયાદો આવી રહી છે. વ્હાલા દવલાની નીતિથી કામો થતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

મારી પાસે શેરડી કટીંગ માટે 5000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી
મારી પાસેથી મજૂરોએ 5 હજાર માગ્યા હતા. જે ન ચૂકવતા મજુરો શેરડી કટિંગ છોડી જતા રહ્યા છે. મજૂરો- અધિકારીઓ અને અધિકારીઓની મિલી-ભગતના લીધે આજે પણ મારા ખેતરમાં કટિંગ બાકી છે.મારી અનેક રજુઆતો પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. - સેહજાદ પટેલ - ખેડૂત, શેરા ગામ હાંસોટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો