તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોસંબા પાટિયા પાસેથી વેસ્ટ કેમિકલ ભરેલો ટેમ્પો ઝબ્બે, તપાસ અંક્લેશ્વર-પાનોલી GIDC સુધી લંબાવાની શક્યતા

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોસંબા સવા પાટિયા પાસે વેસ્ટ કેમિકલ બેરલ ભરેલો ટેમ્પો ઝડપાઈ જવા પામ્યો હતો. 32 બેરલ માં ભરેલ 6270 કેમિકલ વેસ્ટ મળી આવ્યું હતું. કોસંબા પોલીસે બાતમી આધારે દરોડા પાડ્યા હતા. અને 12.40 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જીપીસીબી સુરત દ્વારા પણ તપાસ આરંભી હતી. કેમિકલ વેસ્ટ નિકાલ નો રેલો અંકલેશ્વર- પાનોલી ઔદ્યોગિક વસાહત માં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. કોસંબા પોલીસે શીતલ હોટલના કમ્પાઉન્ડમાં એક કેમિકલ બેરલ ભરેલો ટેમ્પો પકડ્યો હતો

જેમાંથી પોલીસે 32 બેરલ માં ભરેલ 6270 કેમિકલ વેસ્ટ મળી આવ્યું હતું જે કેમિકલ વેસ્ટ પર્યાવરણને નુકશાન કર્તા છે કે કેમ તે અંગે પોલીસે સેમ્પલ એફએસએલ ને જાણ કરી હતી અને જે અંગે જીપીસીબી ને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે કુલ 1.20 લાખની કિંમત કેમિકલ વેસ્ટ, 5 લાખ રૂપિયાની કિંમતનો ટેમ્પો કુલ મળી 6.20 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જીપીસીબી તેમજ પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ટેમ્પોમાં ભરાયેલું કેમિકલ અંક્લેશ્વર પાસેના ખરોડ કે અંક્લેશ્વર અથવા પાનોલી જીઆઇડીસીનું હોવાની શક્યતા જણાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...