તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બહિષ્કારની ચિમકી:અંકલેશ્વરના વોર્ડ નંબર-5માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોએ ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી, બેનરો લગાવી વિરોધ પ્રગટ કર્યો

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાંઈ શ્રધ્ધા રેસિડેન્સી અને શ્યામ રેસિડેન્સીમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોથી લોકો પરેશાન
 • સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવ્યા

અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ચહલ પહલ પુરજોશમાં ચાલી રહી છે. તેવા સમયમાં ખુલ્લી ગટરોના કારણે સાંઈ શ્રધ્ધા રેસિડેન્સી અને શ્યામ રેસિડેન્સીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની બેદરકારીના પરિણામે છેવટે સ્થાનિકોએ પોતાની પ્રાથમિક સુવિધાઓ પુરી કરવા માટે વિરોધ નોંધાવ્યો છે. જેમાં તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો પોતાના સોસાયટીની બહાર લગાવી દીધા છે અને જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓના વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રચાર અને પ્રસાર કરવા આવવું નહીં તેવી જાણ કરી છે.

ભરુચ શહેર બાદ અંકલેશ્વરના વોર્ડ નંબર-5માં આવેલા નોબારીયા સ્કૂલ નજીક સાંઈ શ્રધ્ધા રેસિડેન્સી અને શ્યામ રેસિડેન્સીમાં સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓનો પણ લાભ મળી રહ્યો નથી. તેમના વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો જોવા મળી રહી છે, વળી કોરોના મહામારી વચ્ચે આવી અસુવિધાઓના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્યના પણ પ્રશ્નો ઉભા થવાની સંભાવના થઈ શકે છે.

ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવીને વિરોધ પ્રગટ કર્યોતંત્રની આવી બેદરકારીના પરિણામે લોકોમાં ભારે રોષ પ્રસરી ગયો છે. જેના કારણે સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં ખુલ્લી ગટરો સહિતના તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવીને વિરોધ પ્રગટ કર્યો છે. આ બેનરોમાં તેમણે જણાવ્યું છે કે , જ્યાં સુધી તેમની અસુવિધાઓનું નિરાકરણ કરવામાં નહિં આવે ત્યાં સુધી તેઓના વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રચાર અને પસાર કરવા આવવું નહિ તેવા પ્રકારનો વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો