તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા સેંગસીગ ટીટુ મેઢાની 2016માં હત્યા થઇ હતી. જે તે વખતે કડિયાકામની મજૂરીના રૂપિયા બાબતે મુકાદમ પાસે રૂપિયાની માંગણી રાકેશ વસુનીયા અને અનસિંગ વસુનીયા તેમજ અન્ય મજૂરોએ કરી હતી. જે રૂપિયા આપવાની મુકાદમે ના પાડતા ઉશ્કેરાયેલા રાકેશ વસુનીયાને અનસિંગ વસુનીયાઓએ હુમલો કર્યો હતો. અને મુક્દમને માર મારી રહ્યા હતા. તેમજ સાથે રહેલા સેંગસીંગ ટીટુ મેઢાનું ગળું દબાવી દીધું હતું.
હુમલો કરી બંને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનામાં સેંગસીગ ટીટુ મેઢાનું મોત નિપજતાં પોલીસે હત્યા અને રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે રાકેશ વસુનીયા અને અનસિંગ વસુનીયા જીઆઇડીસી ડેપો વિસ્તારમાં આવ્યા હોવાની માહિતી મળતા પોલીસે તેમને જીઆઇડીસી ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી ઝડપી પડ્યા હતા. તેમનો કોવીડ ટેસ્ટ કરાવી શહેર પોલીસના હવાલે કર્યા હતા. 4 વર્ષથી હત્યાના બંને આરોપીઓ ફરાર હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.