ધરપકડ:હાંસોટથી અપહરણનો વોન્ટેડ આરોપી ઝડપાયો

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓ જાહેર થતાની સાથે જ ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટિલે શહેર અને જિલ્લામાં વોન્ટેડ તથા પેરોલ જમ્પ ના આરોપીઓને ઝડપી પાડવા દરેક પોલીસ અધિકારીઓ ને આદેશ આપ્યા હતાં. જેના આધારે ભરૂચ એલસીબીની ટીમ પીઆઈ ઉત્સવ બારોટ ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહ્યા હતા.

તે દરમિયાન અંકલેશ્વર શહેર પો.સ્ટેશનના અપહરણના ગંભીર ગુનામાં સી.આર.પી.સી કલમ -70 મુજબના વોરંટ તથા સુરત જિલ્લાના સરથાણા પોલીસ સ્ટેશન ગુનામાં છેલ્લા બે વર્ષથી રીઢા આરોપી બદરુદ્દીન અસરુદ્દીન ખાન રહે,મલેક ફળિયું.નાની બજાર એસ.કે.શોપ હાસોટ પોલીસ ધરપકડથી નાસતો ફરતો હતો.

જેની ભરૂચ એલસીબી ટીમે બાતમી હકીકત મળી હતી કે,આ ર આરોપી તેના હાંસોટ ગામ ખાતેથી તેના ઘરે આવ્યો છે.આ માહિતીના આધારે પોલીસે તેના ઘરે તપાસ કરીને તેને ઝડપી પાડ્યો હતો.તેની સામે સી.આર. પી.સી.ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...