કાર્યવાહી:બાયોડીઝલના કૌભાંડનો વોન્ટેડ આરોપી ઝડપાયો, ભરૂચ પેરોલ ફર્લોની ટીમે પોતાના ઘરેથી દબોચ્યો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર રૂરલ પોલીસ મથક માં બાયો ડીઝલ ના ગુન્હા માં નાસતા ફરતા એક આરોપીને ભરૂચ પેરોલ ફ્લોની ટીમે ઝડપી પાડી રૂરલ પોલીસ ના હવાલે કર્યો હતો. ભરૂચ પેરોલ ફ્લો ની ટીમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલીંગ દરમ્યાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ના બાયો ડીઝલ ના ગુન્હા માં નાસતા ફરતા અને નેશનલ હાઇવે ની બાજુમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા જગદીશ ઉકા ઢોલરીયા ને ઝડપી પાડયો હતો અને રૂરલ પોલીસ ના હવાલે કર્યો હતો પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...