તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો માં પાકીટ માર કોસંબાનો પીક પોકેપોકેટર ઝડપી પાડ્યો હતો. અન્ય 2 ફરાર થઇ ગયા હતા. પાકીટ મારતી વેળા યુવાનની જાગૃતા કામે લાગી પાકીટ માર કરી ઈસમને પીછો કરી ઝડપી પાડ્યો હતા. શહેર પોલીસે ઝડપાયેલ પીક પોકેપોકેટર નો કોવીડ ટેસ્ટ કરાવી રિમાન્ડ ની તજવીજ આરંભી હતી.
અંકલેશ્વર શિવ પેલેસ નજીક સીટી ઈસેન્ટર ખાતે રહેતા હર્ષદ કુમાર કોરાટ આજરોજ સવારે 9: 30 કલાકે કામ અર્થે બહાર ગામ જવા જીઆઇડીસી બસ ડેપો ખાતે આવ્યા હતા તે દરમિયાન તેવો બસ માં બેસી રહ્યા હતા તે દરમિયાન એક પાકીટમાર ઈસમે તેમના પેન્ટ ના પાછળના ખિસ્સા માંથી પાર્સ કાઢી લઇ પર્સમાં રહેલ રોકડા રૂપિયા 3000 તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ સહીત બેંક એ.ટી.એમ અને ક્રેડિટ કાર ની ચોરી કરી ભાગ્યો હતો જેને હર્ષદભાઈને પીછો કરી એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો જયારે તેના અન્ય 2 પીક પોકેટર સાથી દાર ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરવા માં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝડપાયેલ પાકીટમાર ઈસમને પોલીસ મથકે લઇ આવી હતી જેની પ્રાથિમક પૂછપરછ માં તે ઇમરાન જમીરખાં પઠાણ અને કોસંબા દાદરી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું જયારે તેની સાંઠે આશીફ રફીક શેખ અને સિકંદર રમજાન નામના 2 સાથી હોવાનું જણાવ્યું હતું પોલીસે ઇમરાન પઠાણની અટક કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.