તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરની વાલિયા ચોકડી પર ટ્રિપલ વાહન અકસમાતમાં એસિડ ભરેલ ટેન્કર લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. એસિડ લીક થઇ માર્ગો પર વહેતા અફરા તફરી સર્જાયા હતા. ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે દોડી આવી એસિડ પર પાણી મારો ચાલવી કેમિકલ ની મદદ થી ડાયલૂટ કર્યું હતું, એસિડની તીવ્રવાસ થી વાહન ચાલકો શ્વાસોશ્વાસ અને આંખમાં બળતરાની તકલીફ સર્જાય હતી.
અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે સુરત તરફ જતા માર્ગ પર સોમવારના બપોર ના સમયે વિચિત્ર અકસમાત સર્જાયો હતો સુરત તરફ જતા માર્ગ પર એસિડ ભરેલા ટેન્કર પાછળ આઇસર ટેમ્પો ભટકાયો હતો જેને લઇ તેનો વાલ્વ તૂટી જતા અંદર રહેલ એસિડ માર્ગ પર ફળી વળ્યું હતું. એટલુંજ નહિ આઇસર ટેમ્પા પાછળ અન્ય બે આઇસર અને ટ્રક પણ ભટકાય હતી જે પૈકી એક આઇસર ટેમ્પા ચાલાક અકસમાત સર્જી ફરાર થઇ ગયો હતો. અકસમાતના એસિડ માર્ગ પર આવતા અફરા -તફરી સર્જાય હતી ને એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.
આ અંગે ડીપીએમસી જાણ કરવામાં આવતા ડીપીએમસી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણી, ફોર્મ અને એસિડ ડાઈલ્યૂટ કરવાનું કેમિકલ નાખી અર્ધા કલાકની જહમતે કાબુ મેળવ્યો હતો. જો કે એસિડ ની તીવ્ર વાસ લઇ ત્યાં થી પસાર થતા વાહન ચાલકોને શ્વાસ અને આંખ ના બળતરાની તકલીફ ઉદ્દભવી હતી. ઘટના ની જાણ શહેર પોલીસ ને પણ થતા તેઓ દ્વારા ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક નિયમન કર્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.