માર્ગદર્શન:ઠાકોરભાઈ પટેલ કોલેજ કેમ્પસમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શન અપાયું

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયું હતું. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી મતદાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. અત્રેની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ભરૂચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા મતદાર તરીકે ની લાયકાત ધરાવતા ઉમેદવારોને મતદાન જાગૃતિ અંગે નો કાર્યક્રમ યોજાઈ હતો.

આ કાર્યક્રમમાં પ્રસ્તાવિક ભૂમિકા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. જયશ્રી ચૌધરી એ બાંધી હતી. કાર્યકારી આચાર્ય ડો. કે. એસ. ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે યુવા વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ મેળવવા માટે સો ટકા રજીસ્ટ્રેશન કરવું જોઈએ. 18 વર્ષ પૂર્ણ કરતાં ચૂંટણી કાર્ડ થી કોઈ વિદ્યાર્થી બાકાત ન રહી જાય તે જોવું રહ્યું .

નાયબ મામલતદાર મહેસુલ વિભાગના નીલાબેન પટેલ તથા નાયબ મામલતદાર મતદાર યાદી ઉર્વશીબેન પટેલ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન અંગેની સમજ આપી હતી. કેમ્પસ એમ્બેસેડર કિશન આહિર તથા પાયલ કેશવ પટેલ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફોર્મ વહેંચ્યા હતા. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યા આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રાહુલ વસાવા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...