મતદાન જાગૃતી રથ:અંકલેશ્વરમાં મતદાર જાગૃતિ અભિયાન રેલી યોજાઈ; કેમ્પેઇનનું આયોજન વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર વિધાનસભામાં મતદારોને જાગૃત કરવા માટે રવિવારના રોજ વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી અંકલેશ્વર નગરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કર્યા હતા.

અંકલેશ્વર મતદારો માટે જાગૃતિ અભિયાન રેલી યોજાઈ
ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. દરેક જિલ્લામાંથી વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ મતદારોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો માટે જાગૃતિ અભિયાન માટેની રેલી અને સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું હતુ. આ રેલીનું અંક્લેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ રેલી અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને ચૌટાનાકા ખાતે પહોંચતા અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા અને સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં સેનીટેશન સુપરવાઈઝર તથા સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી જવાહર બાગ થઈને ભરૂચીનાકા ખાતે સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...