સહાય:માવઠાને લઇ ફસાયેલા પરિક્રમવાસીની મદદે સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના રામ કુંડ ખાતે પરિક્રમાવાસીઓ માટે દવા અને ધાબળાની વ્યવસ્થા

માવઠાને લઇ થંભી ફસાઈ ગયેલા પરિક્રમ વાસીઓ ની મદદ સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી હતી. અંકલેશ્વર ના રામ કુંડ ખાતે પરિક્રમા વાસીઓ માટે સ્વયંસેવી સંસ્થાઓ દવા તેમજ ધાબળા ની વ્યવસ્થા કરાઈ હતી. રામકુંડ ખાતે હાલમાં 1400 જેટલા પરિક્રમા વાસીઓ હાજર હતા. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે હાલ 1400 થી વધુ નર્મદા પરિક્રમા વાસીઓ માવઠા અને હોડી ઘાટ બંધ થતા અટકી ગયા હતા. છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવ ને લઇ નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમા વાસી જે તે સ્થળે થંભી જવું પડ્યું હતું.

જેને લઇ પરિક્રમા વાસીઓ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.રામકુંડ ના મહંત ગંગાદાસ બાપુ દ્વારા ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડી રહ્યા છે સાથે અન્ય સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠંડી થી બચવા ધાબળા તેમજ દવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પાવન સલિલા માં નર્મદા પરિક્રમા એ નીકળેલા પરિક્રમા વાસીઓને અટકાવવામાં આવ્યા છે. તેમને રહેવા- જમવાની સાથે ઠંડી અને વરસાદી માહોલ પરિક્રમા વાસીઓની આકરી પરીક્ષા લીધી છે.

રામકુંડ તીર્થધામ ના મહંત ગંગાદાસ બાપુ દ્વારા રોકવામાં આવેલ 1400 જેટલા પરિક્રમા વાસીઓ ને સવારના નાસ્તાથી લઈ બપોરના અને રાતના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મદદની અપીલ કરતાં જ અંકલેશ્વર ખાતે કાર્યરત સ્વયં જેવી સંસ્થાઓ તેમની મદદે આવી છે. રોટરી ક્લબ દ્વારા તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પવન સાથેની ઠંડી થી બચવા માટે પરિક્રમા વાસીઓ માટે 500 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...