તપાસ:માંડવામાં પશુચોરોને ગ્રામજનોએ પડકારતાં કાર-બકરાં મૂકી ભાગ્યાં

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંડવામાં પશુ ચોરવા આવેલાં તસ્કરો કાર મુકી ભાગ્યાં હતાં. - Divya Bhaskar
માંડવામાં પશુ ચોરવા આવેલાં તસ્કરો કાર મુકી ભાગ્યાં હતાં.
  • તસ્કરોની કારમાં તપાસ કરતાં ચાર બકરીઓ મળી આવી

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ બકરા ભરેલ કાર ને ગ્રામજનો એ પકડી પાડી હતી જો કે ગ્રામજનોએ કાર થોભાવી જ તેમાંથી ઉતરી ત્રણ જેટલા પશુ ચોરો ફરાર થઇ ગયા હતા શહેર પોલીસે ચાર બકરા અને કાર જપ્ત કરી પોલીસે વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વરના માંડવા ગામ ના તળાવ ફળિયામાં રહેતા સંજય ઠાકોર વસાવા ખેત મજૂરી અને પશુપાલન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ની ૧૨ પૈકી છ બકરીઓ ગત મંગળવાર ના રોજ ગામમાં છોડી મૂકી હતી જે બકરી ઓ પરત નહીં આવતા પશુ પાલક અને તેની માતા બકરા ઓને શોધવા નીકળ્યા હતા

તે દરમિયાન રોડ ફળિયામાં સ્થાનિકોએ બકરા ચોરી કારમાં લઇ જતી વેળા કારને પકડી પાડી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પશુ પાલક અને તેની માતા ત્યાં જતા કારમાંથી તેઓની ત્રણ બકરી ઓ અને ગામના પશુ પાલક જયેશ પાટણવાડિયાની એક બકરી મળી કુલ ૪ બકરીઓ કારમાંથી મળી આવી હતી જયારે ગ્રામજનોએ કાર થોભાવી જ તેમાંથી ઉતરી ત્રણ જેટલા પશુ ચોરો ફરાર થઇ ગયા હતા

આ અંગેની જાણ શહેર પોલીસ ને કરતા પોલીસ દોડી આવી હતી અને ચાર બકરા અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તથા આસપાસના ગામોમાં ફરીથી પશુઓની ચોરી કરતાં તસ્કરો સક્રિય બનતાં પશુપાલકોમાં ભય જોવા મળી રહયો છે. ચોમાસાની સીઝન ચાલી રહી હોવાથી તેઓ તેમના પશુઓને લીલોતરી ચરવા માટે છુટ્ટા મુકી દેતાં હોય છે તેવામાં તેમની ઉઠાંતરીના બનાવો શરૂ થઇ ગયાં છે. દરેક ગામમાં પશુપાલકો તકેદારીના પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...