તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ:રોયલ સનાતન ગ્રૂપના વિકાસ યાદવે બર્થ ડે પાર્ટીમાં તલવારથી 8 કેક કાપી

અંકલેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની થ્રી સ્ટાર હોટલમાં પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • કામદાર આગેવાન રજનીશસિંગનો પણ કેક કાપતો ફોટો વાઇરલ

રોયલ સનાતન ગ્રુપના વિકાસ યાદવની થ્રી સ્ટાર હોટલ લોર્ડ પ્લાઝામાં 4 દિવસ પહેલા યોજાયેલી બર્થ ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં. યુવકે ટેબલ પર 8 કેક મૂકી તલવારથી કાપી હતી. શ્રમિક કામદાર આગેવાન રજનીશ સિંગે પણ યુવાન સાથે કેક કાપી હતી. બર્થ ડે પાર્ટીના ફોટા-વીડિયો વાયરલ થતાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

અંકલેશ્વર પ્રતિન ચોકડીની હોટલ લોર્ડ પ્લાઝા ખાતે ગત 14 સપ્ટેમ્બરે રોયલ સનાતન ગ્રૂપના સભ્ય વિકાસ યાદવની જન્મદિન પાર્ટી યોજાઇ હતી. આ પાર્ટીમાં સામાજિક કાર્યકર અને શ્રમિક કામદાર આગેવાન રજનીશસિંગ સહિતના લોકોએ ભાગ લીધો હતો. કોરોના મહામારી વચ્ચે યોજેલી બર્થડે પાર્ટીમાં મશગુલ યુવકોએ માસ્ક નહીં પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો.

એટલું જ નહીં પાર્ટીમાં ટોળે વળીને તલવારથી 8 કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આટલા લોકોને ભેગા કર્યા હોવા છતાં કાર્યક્રમની પરવાનગી લીધી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉજવણીનાં ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.શહેર પોલીસ મથકના પી.આઈ. ઓમકારસિંહ સિસોદીયાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે હજી સુધી મારા ધ્યાને વાયરલ ફોટો આવ્યા નથી પરંતુ જાહેરનામાનો ભંગ કે અન્ય કોઈ કાયદાનો ભંગ થતો હશે તો આ અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે

ભાજપના નેતાઓ નિયમનો ભંગ કરે, મારા જેવા કાર્યકરને નિશાન બનાવાય છે : રજનીશ
આ વાયરલ ફોટા અંગે વિકાસ યાદવનો સંપર્ક કરતા તેણે પ્રથમ તો મિત્રે ગિફ્ટમાં આપેલી તલાવરથી કેક કાપી હતી તેવું કહ્યું હતું. ત્યારબાદ સમાચાર માટે ફોન હોવાનું જાણતા જ તેણે કોલ કટ કરી દીધો હતો જ્યારે શ્રમિક કામદાર રજનીશસિંગે કહ્યું કે, સનાતન ગ્રુપના તેમના મિત્ર વિકાસ યાદવના જન્મદિવસે 4 દિવસ પહેલાની બર્થે પાર્ટીના આ ફોટો છે, જે વાયરલ થયા છે. કોઈએ જાણી જોઈને બદનામ કરવાના ઇરાદે વાયરલ કર્યા છે.સરકારના પ્રતિનિધિ અને ભાજપના મોટા નેતાઓ પણ આ નિયમોનો ભંગ કરતા હોય તો મારા જેવા સામાજિક કાર્યકરને ઇરાદાપૂર્વક નિશાન બનાવી ફોટો વાયરલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...