દરોડા:અંકલેશ્વરની નોરીશ કંપની પાસે વિજિલન્સના દરોડા

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશી દારૂની હાટડીઓ ચલાવતા 4 ઝડપાયા

અંકલેશ્વર જીઆઇડીસીની નોરીશ કંપની પાસે વિજિલન્સ ટીમ ના દરોડા પાડ્યા હતા. દેશી દારૂની હાટડીઓ ચલાવતા 4 ઝડપાયા જયારે 4 વોન્ટેડ જાહેર કર્યા હતા. 10 હજાર નો દેશી દારૂ ને ઇકો કાર તેમજ 2 મોપેડ, મોબાઈલ અને રોકડ મળી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વિવિધ ચોકડી પર સર્ચ કરી ચોક્કસ બાતમી આધારે નોરીશ કંપની પાસે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ ની હાટડીઓ ચલાવતા બાબુ લલ્લુ વસાવા, હરિકેશ મોર્ય, રાજેશ પંડિત અને ગૌરવ રાઠોડ ને રહે હાથ ઝડપી પાડ્યા હતા તેમની પાસે થી દેશી દારૂ નો 10 હજાર રૂપિયા ઉપરાંતનો જથ્થો તેમજ એક ઇકો કાર, 2 મોપેડ ગાડી, મોબાઈલ અને રોકડ મળી 3 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ અડ્ડાનું સંચાલન કરનાર બુટલેગર રમેશ શંકર વસાવા, દત્તુ મોદી, અનિલ વસાવા અને અલ્પેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્થાનિક પોલીસની હાજરી વચ્ચે સ્ટેટ પોલીસે દરોડા પાડી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...