તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે નર્મદા જયંતિ:મહામારી સામે આસ્થાનો વિજય - કોરોનામાં પણ 1.10 લાખ શ્રદ્ધાળુઓની નર્મદા પરિક્રમા

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
वेનર્મદા જયંતિની ઓવારા ખાતે તૈયારીઓ કરાઈ હતી. - Divya Bhaskar
वेનર્મદા જયંતિની ઓવારા ખાતે તૈયારીઓ કરાઈ હતી.
 • દેશની એકમાત્ર એવી નદી જેની પરિક્રમા માટે પ્રતિવર્ષ 2.50 લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેની સામે આ વર્ષે માત્ર અઢી મહિનામાં જ અડધો અડધ શ્રદ્ધાળુ ઉમટ્યાં
 • ભાલોદથી ભાડભૂત સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

નર્મદા નદીની જન્મ જયંતિની ઉજવણી માટે કોવિડ 19 SOP વચ્ચે સમગ્ર ભરૂચ જિલ્લો તેયારીઓમાં મગ્ન બન્યો છે ત્યારે 7 કલ્પોથી વહેતી નર્મદા નદીની અવિરત ધારા અને તેના પ્રાગટય વિશે અથથી ઇતિ સુધીની વેદો અને પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ મુજબ ભગવાન શંકરે પોતાના લલાતમાંથી નીકળેલા બુંદમાંથી નર્મદા મૈયાને સૃષ્ટિના રચનાના પાપ નિવારણ માટે ઉત્પન્ન કર્યા હોવાનુ પુરાણોમાં વર્ણવાયુ છે. તેથી જ નર્મદા એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે.

કોરોના કાળ વચ્ચે પણ નર્મદા પરિક્રમામાં ઓટ આવી નહોતી. જેથી મહામારી સામે આસ્થાનો વિજય કરાવ્યો હતો. માત્ર અઢિ મહિનામાંજ અંદાજિત 1.10 લાખ કરતા વધુ પરિક્રમા વાસીઓએ નર્મદાની પરિક્રમામાં કરી છે. પ્રતિવર્ષ 2.50 લાખ કરતા વધુ પરિક્રમાવાસી આવતા હોય છે. આજે જિલ્લામાં નર્મદા જયંતિ ઉજવાશે.

સવાલાખ દીવડાની આરતી, 1008 સાડી અર્પણ થશે
ભરૂચ । ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં ગાયત્રી મંદિર ખાતે નર્મદા જયંતિ મહોત્સવ અલખગીરી મહારાજના સાંનિધ્યમાં યોજાશે. આ વર્ષે કોરોના મહામારીના કારણે જાહેર જનતાને આમંત્રણ આપવા આવ્યું નથી. માત્ર ગાયત્રી પરિવારના ભક્તો જ આ કાર્યક્રમમાં હાજર રહેશે. નર્મદા જ્યંતિએ સુર્યાસ્ત થતાંની સાથે નર્મદા મૈયાની સવા લાખ દીવડાંઓની મહા આરતી, નર્મદા પૂજન, મહાઅભિષેક-1008 સાડી અર્પણ, દુગ્ધાભિષેક અને આતીશબાજી કરવામાં આવશે.અગાઉ નર્મદા જ્યંતિ નિમિત્તે ગાયત્રી મંદિરથી વેજલપુર 108 નૌકાઓનો નૌકાવિહાર થતું હતું તે નહીં થાય. દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા નર્મદા મંદિરે દૂધનો અભિષેક કરવામાં આવશે.વેજલપૂર ખાતે પણ માછી સમાજ નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે.

ગંગા નદી કરતા પણ પહેલાંથી વહેતી નર્મદા નદી
કોરોના માહમારી વચ્ચે પણ નર્મદા નદીની પરિક્રમામાં કોઈ ઓટ આવી નથી. ભારતની એક માત્ર નર્મદા નદી જે ગંગા નદી કરતા પણ પહેલાથી વહેતી આવી છે. માં નર્મદા અને શિવ પુત્રીના સંગમ સ્થાન પર વસેલા અંકલેશ્વરની ધરતી પર પરિક્રમાવાસીઓ આગમનથી ધરતી પાવન થઇ છે. > ગંગાદાસ બાપુ , રામકુંડ મંદિર, અંકલેશ્વર

મધ્યપ્રદેશના રાજકીય નેતાઓને પરિક્રમાનું ધેલું લાગ્યું
મધ્યપ્રદેશના સી.એમ શિવરાજસિંહ ચૌહાણની નર્મદા ભક્તિ જાણીતી છે જે વચ્ચે તેમની માતૃ શ્રી પણ ચાલુ વર્ષે નર્મદા પરિક્રમા કરી હતી. એટલુંજ નહિ મધ્યપ્રદેશના 11 જેટલા વિધાયક અને 3 મંત્રી પણ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. એટલુંજ નહિ ચાલુ વર્ષે 60 % જેટલા પરિક્રમાવાસીઓ મધ્યપ્રદેશના જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો