એકસ્પો:વાયબ્રન્ટ સમિટથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું : મંત્રી

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​અંકલેશ્વરમાં 12મા AIA ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનો ઉદ્યોગમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો

અંકલેશ્વરમાં 12 મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-2022 નો પ્રારંભ ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલ ના હસ્તે જીઆઇડીસી ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ ઉદ્યોગ મંત્રી એ જણાવ્યું હતું.

તો તમારા તમામ પ્રશ્નો પ્રાયોરિટી પ્રમાણે આપો હું એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ તેવી જાહેર મંચ પર થી ખાતરી આપી હતી. પુનઃ ક્રિટીકલ ઝોન ની સમસ્યા નો મુદ્દો ઉછળ્યો હતો. ક્રિટિકલ ઝોન ની સમસ્યા ને લઇ 15000 કરોડ રૂપિયા રૂપિયા મૂડી રોકાણ અટક્યું હોવાની મંત્રીને ફરિયાદ કરી હતી. આ પ્રસંગે ટર્નઓવર ની પ્રતિયોગિતા માં વિજેતા થયેલ ઉદ્યોગકારોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વડાપ્રધાને શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વેપારને નવી દિશા મળી છે. સરકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ૧૨માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.

એ.આઈ.એ દ્વારા સહયોગી સંસ્થાઓના સહયોગથી આયોજિત 12મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-2022ના ઉદઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનનું રીબીન કાપીને ખુલ્લું મૂક્યા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...