તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:હાંસોટ રોડ પર આમલાખાડી બ્રિજ પાસે નીલગીરીનું ઝાડ પડતાં વાહનો અટવાયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ બ્લોક થતાં વાહનોની બંને તરફ લાંબી કતારો જામી, વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો

અંકલેશ્વર - હાંસોટ રોડ પર આમલાખાડી બ્રિજ પાસે મહાકાય નીલગીરી નું ઝાડ ધરાશાયી થઇ જતા વાહન વ્યવહાર ખોળવાય ગયો હતો. આખો માર્ગ બ્લોક થતા લોકો અટવાયા હતા. વાહનનો ની બંને તરફ લાંબી કતાર જામી હતી. વાહન ચાલકો તેમજ ખાનગી જેસીબી ચાલકે વૃક્ષ હટાવી માર્ગ મોકળો કર્યો હતો. અચાનક માર્ગ ઝાડ પડતા લોકો ગભરાયા હતા જો કે કોઈ જાનહાની થવા ના પામી હતી.

અંકલેશ્વર -હાંસોટ રોડ પર શુક્રવાર ના બપોરે અચાનક કડકિયા કોલેજ આગળ આમલાખાડી બ્રિજ ક્રોસ કરતા જ 40 થી 50 ફૂટ ઉંચુ નીલગીરી નું ઝાડ ધરાશાયી થઈ જવા પામ્યું હતું આંખે આખો રોડ બ્લોક કરી દેતા બંને તરફ વાહન કતાર જામી જવા પામી હતી. સદ્દનસીબે ઝાડ પડ્યું ત્યારે કોઈ વાહન ત્યાં પસાર થતું ના હોવાથી મોટી હોનારત તળી હતી. પરંતુ માર્ગ બ્લોક થઇ જતા વાહનચાલકો અટવાયા હતા. વાહન ચાલકો જાતે જ ઝાડ ને હટાવા માટે જહેમત કરી હતી જેમાં ખાનગી કંપની જે.સી.બી ચાલાક આવતા તેની મદદથી ઝાડ ને રોડ સાઈડ પર હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...