નિવેદન:સમાજની વિવિધ સંસ્થાઓને એક પ્લેટફોર્મ મળી રહેશે : જીતુ વાઘાણી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં જોડાવા સમાજના લોકોને આહવાન

મિશન-2026 અંતર્ગત સરદારધામ – વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન એવમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-8 કાર્યક્રમ અંક્લેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. શિક્ષણ મંત્રી એ GPBSમાં સૌને જોડાવવાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે GPBS આપણે શરૂ કર્યું છે, અલગ અલગ પ્રકારના નામોથી ઓર્ગેનાઇઝેશન પણ આપણે ચલાવીએ છીએ જેને એક પ્લેટફોર્મ મળે એવા ઉમદા હેતુથી 26,27, 28 ફેબ્રુઆરી-2022ના રોજ સુરતની તાપી ભૂમિમાં આ ઐતિહાસિક સમિટ થવા જઈ રહી છે.

રોજગારીની તકો પૂરી પાડવા સરકાર એકલા હાથે સફળ ન થઈ શકે, આ વિચારને તેને યોગ્ય રીતે આત્મસાત કરનાર સરદાર ધામ જેવી સામાજિક સંસ્થાઓ અને સમુદાયો એ પણ આ જવાબદારી પણ ઉઠાવી છે. GPBS એ પાટીદાર સમાજના યુવાનો માટે વધુ રોજગારીની તકો અને ઉજ્વળ ઔદ્યોગિક ભવિષ્ય માટે લક્ષ્ય સેવ્યું છે. સમાજમાં થઇ રહેલા સીમાચિહ્નરૂપ કાર્યને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના વડીલો, યુવાનો પરસ્પર વિચારોનું આદાનપ્રદાન કરે તો નવી ઉર્જા અને નવી તકો ઉદ્દભવે છે.

અન્ય સમાચારો પણ છે...