તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૌરાણિક ગાથા:વણિક શેઠને સ્વપ્ન આવ્યા બાદ જમીનમાંથી શિવલિંગ મળ્યું હતું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચી નાકા પાસે આવેલા 400 વર્ષ જૂના પૌરાણિક રત્નેશ્વર મહાદેવનું આગવું મહત્વ
  • મંદિર બનાવવા માટે પાયો ખોદતી વેળા કિંમતી રત્ન મળતા શિવલિંગનું નામ રત્નેશ્વર મહાદેવ પડ્યું

વણિક શેઠને સપના આવ્યા બાદ જમીન માંથી શિવલિંગ મળ્યું હતું જે આજે રત્નેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત અંકલેશ્વરનું તીર્થ છે. 400 વર્ષ પૂર્વે ભરૂચી નાકા પાસે આવેલા પૌરાણિક રત્નેશ્વર મહાદેવનું આગવું મહત્વ છે. અંકલેશ્વર એક તબક્કે મંદિર પ્રાંગણમાં ભાતીગળ મેળો શ્રાવણ માસમાં યોજાયો હતો. વણિક શેઠ શિવલિંગ જમીનમાંથી મળ્યા બાદ મંદિર બનાવવા પાયો ખોદ્યો અને અંદર કિંમતી રત્ન મળ્યા હતા. રત્ન મળતા મહાદેવ નું નામ રત્નેશ્વર મહાદેવ પડ્યું હતું.

તપોભૂમિ અંકલેશ્વરમાં અનેક શિવાલયો આવેલા છે જે પોતાની સાથે પૌરાણિક ઇતિહાસ લઇ આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. આવા જ એક શિવાલય અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર ખાતે પંચાતી બજાર જતા માર્ગ પર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અંદાજે 400 વર્ષ પૂર્વ અહીં રહેતા એક વણિક શેઠ ને સપનામાં શિવલિંગ જમીનમાં હોવાનો આભાસ થયો હતો જે બાદ બીજા દિવસે તેમને ખોદકામ કરતા અંદર થી ભગવાન શિવના શિવલિંગ મળી આવ્યું હતું. તેને સ્થાપના કરવા માટે વણિક શેઠ દ્વારા પાયો નાખવા માટે ખોદકામ કરતા અંદર થી કિંમતી રત્નો મળી આવ્યા હતા જેને લઇ વણિક શેઠ દ્વારા ભગવાન શિવનો આશીર્વાદ સમજી ભગવાન શિવના આ શિવલિંગ ની રત્નેશ્વર મહાદેવ તરીકે સ્થાપના કરી હતી.

મંદિર આજે પણ વણિક શેઠ ની હવેલી પોળ માં અંદર આવેલું છે જેની આજુબાજુ વણિક શેઠની હવેલી હયાતી ના સ્ટ્રક્ચર હાલ જર્જરિત હાલત માં જોવા મળે છે. મંદિર જૂનું હોવાની સાથે મંદિર અંગે પૌરાણિક ઉલ્લેખ શાસ્ત્રોમાં બહુ અ સ્પષ્ટ જોવા મળી રહ્યો.ત્યારે મંદિર પ્રાંગણ માં એક માત્ર અંકલેશ્વર શહેર નો ભાતીગળ મેળો શ્રાવણ માસ ના પ્રતિ સોમવારે યોજાયો હતો. જે 15 વર્ષ પૂર્વે અચાનક બંધ થઈ ગયો હતો. એક તબક્કે શ્રાવણ માસ માં અહીં મેળો મહાલવા ભક્તો ની ભીડ જામતી હતી જે જવાહરબાગ સુધી લોકો મેળો મહાલતા હતા જે લુપ્ત થતા 2008 બાદ જન્મેલા નવી પેઢી પરંપરાગત અંકલેશ્વરના શ્રાવણ માસના મેળાનો આધ્યાત્મિક વારસો ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...