તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ માસ:ઋષિ કશ્યપે જ્યાં તપશ્ચર્યા થકી વિદ્યા પ્રાપ્ત કરી તેવા માટીએડ ગામે વૈદ્યનાથ મહાદેવ બિરાજમાન

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃતિકાઓએ અહીં વાસ કરીને ભગવાન કાર્તિકેયની દૂધની સૃધા તૃપ્ત કરી હતી

અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામથી થોડા અંતરે સ્થિત વૈધનાથ મહાદેવ મંદિર આવેલું છે.જે અંગે વાયુપુરાણ રેવાખંડ અધ્યાય-168 અનુસાર કશ્યપ ઋષિ એ તપશ્ચર્યા કરી શિવજી ને પ્રસન્ન કર્યા હતા. લોક કલ્યાણ અર્થે વૈદ્ય વિદ્યા આપી હતી. પોતે અહી રહેશે એવું જાણી કશ્યપ ઋષિ એ “વૈધનાથ મહાદેવ”ની સ્થાપના કરી હતી. ત્યારે પોતાના સ્નાન તથા અન્ય વિધિ અર્થે અહી કુંડા કાર સરોવર બનાવ્યું હતું. એ કુંડ “સૂર્યકુંડ” તરીકે ઓળખતો હતો જે અંગે વધુ માહિતી હાલ પ્રાપ્ત નથી આ તીર્થ સાથે બીજી એક ધટના પણ જોડાયેલી છે.

અહી દેવો એ કાર્તિક સ્વામી ને દૂધ પીવડાવવા છ કૃતિકા ને મોકલી હતી. પણ સ્તનપાન કરાવવા છતાં કાર્તિક સ્વામી ને તૃપ્ત ન કરી શકી, નારદજી ની સલાહ થી કૃતિકા ઓએ બ્રાહ્મી, વૈષ્ણવી, વગેરે માતુકા ની આરાધના કરી માતુકા એ આરાધનાથી પ્રસન્ન થઈ કૃતિકાઓ કાર્તિક સ્વામી તૃપ્ત થાય એટલું દૂધ આપ્યું અને લોક હિતાર્થે અહી વાસ કર્યો માતૃકાઓના આ તીર્થને પરિણામે આ તીર્થ નું નામ માતૃકુટિકા પડ્યું હતું.

આ ઉપરાંત મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર સાથે પણ જોડાયેલું છે શાસ્ત્રો માં ઉલ્લેખ મુજબ સિદ્ધનાથ મહાદેવ સજોદ ની ચાર દિશા માં ભગવાન શિવ બિરાજમાન થયા હતા જે પૈકી એક તીર્થ વૈદ્યનાથ મહાદેવ મંદિર પણ એક છે. તપોભૂમિ અંકલેશ્વરમાં અનેક શિવ મંદિર પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...