ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ:અંકલેશ્વર શહેર પોલીસ મથકની વડોદરા રેન્જ IGએ મુલાકાત લીધી, ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો અને ચર્ચા કરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર પોલીસ મથકની વડોદરા રેન્જ IG સંદીપ સિંઘે મુલાકાત લઈ વાર્ષિક ઇન્સ્પેકશન સાથે પોલીસ તંત્રના અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો આપી ચર્ચા કરી હતી.

અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી
વડોદરા રેન્જ IG અને ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા હાલ જિલ્લાના પોલીસ મથકોનું વાર્ષિક નિરીક્ષણ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા રેન્જ IG સંદીપ સિંઘે અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ચૂંટણી ટાણે તેઓએ જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ પ્રોહિબિશનના ગુનાઓ ઉપર તવાઈની સૂચના આપી હતી. આ સાથે જ જિલ્લામાં અસામાજિક તત્વો ઉપર પણ ગાજ વરસાવવા જણાવ્યું હતું. રેન્જ આઈજી મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતના પોલીસ અધિકારિઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...